Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

STUDENT’S EXTENSION ACTIVITY (ગુજરાતી વિભાગ)નો અહેવાલ (2023-2024)

25/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા દ્વારા તા.25/07/2023ને મંગળવારના રોજ સવારે 10:00 વાગ્યે કૉલેજના રૂમ નંબર-21માં પ્રથમ વર્ષ બી.એ. સેમ-1નાં મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓને માટે STUDENT EXTENSION ACTIVITYનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્રવૃત્તિ અંતર્ગત અત્રેની કૉલેજના સેમ-5ના ગુજરાતી મુખ્ય વિષયના જ વિદ્યાર્થી ગોહિલ રાજદીપસિંહ સી. જેઓએ હાલમાં જ ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે, એમણે સેમ-1નાં વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના અનુભવો વિશે વાત રજૂ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓને એમણે સમય અને મહેનતનું મહત્વ સમજાય એ રીતે વાત કરી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર પ્રવૃત્તિનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.