Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સર્જક સાથે સંવાદ (ગુજરાતી વિભાગ) 2023-2024

09/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ અને ભારવિ દ્વારા તા.09/07/2023ને રવિવારના રોજ સાંજે 05:00 થી 07:00 દરમિયાન કૉલેજના ઓડીટોરિયમ ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસ્તુત કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના લોકપ્રિય સર્જક દેવાંગીબેન ભટ્ટ પધારેલ. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પધારેલ મહેમાનનું શાબ્દિક સ્વાગત કરેલું. ત્યારબાદ દેવાંગીબેન ભટ્ટે ‘ન હન્યતે’ અને ‘બેંગાલ નાઈટ’ પર ‘એક કથાના બે પરિમાણ’ વિષયને અનુલક્ષીને મનનીય વ્યાખ્યાન આપેલ. બાદમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક એવા જાણીતા નાટ્ય વિવેચક અને ફિલ્મ કલાકાર ડૉ.કમલ જોશીએ પણ કૃતિ વિષે છણાવટ કરી હતી. આ તકે ડૉ.મનોજ જોશી, શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, ડૉ.અશ્વિની જોશી તથા અન્ય સહૃદય શ્રોતાઓની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.