Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે શીઘ્ર ચિત્ર સ્પર્ધા

19/09/2019
Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે શીઘ્ર ચિત્ર સ્પર્ધા તારીખ-૧૯/૦૯/૨૦૧૯ સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોર સર, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ.હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા તારીખ-૧૯/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ શીઘ્ર ચિત્ર સ્પર્ધા, આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન રૂમ નં.-૩૫ માં કરવામાં આવેલ. શીઘ્ર ચિત્ર સ્પર્ધામાં રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા આપવામાં આવેલ વિષયો જેવા કે સ્વરછ ભારત, બેટી બચાઓ બેટી પઢાઓ, સેવ એન્વાર્યમેન્ટ અને કુદરતી દ્રશ્ય માંથી આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની રસ અને રુચિ મુજબ કોઈ એક વિષય પસંદ કરી ખુબ જ સુંદર ચિત્રોનું નિરૂપણ કર્યું હતું, શીઘ્ર ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં ચાવડા કિરણ(સેમ-૧), ગરણીયા પ્રકાશ(સેમ-૧), ચૌહાણ પારસ(સેમ-૧), ગોઢકિયા લલીતા(સેમ-૧), મકવાણા અક્ષય(સેમ-૧) હતા. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.હર્ષિદાબેન જગોદડીયા તેમજ ડૉ.નેહલબેન જાની એ સ્પર્ધકોના ચિત્રોનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે ચાવડા કિરણ દલસુખભાઈ (સેમ-૧), દ્વિતીય ક્રમે મકવાણા અક્ષય ઘનશ્યામભાઈ (સેમ-૧) અને તૃતીય ક્રમે ગરણીયા પ્રકાશ રાણાભાઇ (સેમ-૧) આવેલ.ભાગ લીધેલ આ તમામ વિદ્યાર્થીઓને આચાર્યશ્રીએ પોતાની ચિત્રકલાની સુંદર કૃતિઓ બદલ બિરદાવી ખુબ ખુબ અભિનંદન આપેલ. રંગ-કલા કૌશલ્ય ધારા સપ્તધારા આચાર્યાશ્રી કૉ ઓર્ડીનેટર કૉ ઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ