Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીનો અહેવાલ (2023-2024)

05/06/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.05/06/2023ને સોમવારના રોજ સવારે 10:00 વાગ્યે કૉલેજના પરિસરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી, સુરક્ષા અંગેની જાગૃતિનો સંદેશ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચે માટે અત્રેની કૉલેજ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. તે અંતર્ગત ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાય, તત્વજ્ઞાન વિભાગાધ્યક્ષ ડૉ.બી.બી.કાછડિયા, સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ.જે.આર.તેરૈયા, ભૂગોળ વિષયના પ્રાધ્યાપકશ્રી આર.પી.પટેલ તથા હિન્દી વિષયના અધ્યાપકશ્રી ડૉ.આર.વી.ડેકાણીએ આ તકે ઉપસ્થિત રહીને કૉલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરેલ.