Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિષયપ્રવેશ અને પરિચય કાર્યક્રમ (ગુજરાતી વિભાગ) 2023-2024

30/06/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.30/06/2023ને શુક્રવારના રોજ સવારે 10:00 વાગ્યે રૂમ નં.-7માં સેમેસ્ટર-1માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ માટે વિષયપ્રવેશ અને પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર-1માં ગુજરાતી મુખ્ય વિષયના વિદ્યાર્થીઓને વિષય, લાયબ્રેરી અને કૉલેજનો પરિચય મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે માહિતી આપીને કૉલેજની લાયબ્રેરી, કેમ્પસ તથા કૉલેજ પરિસરનો પરિચય કરાવ્યો હતો. આ તકે ડૉ.એન.વી.જાની તથા ડૉ.કે.યુ.બુન્હા પણ હાજર રહેલ.