Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Women's Day Celebration 2023

04/03/2023
Dharmendrasinhji Arts College Rajkot

આજ રોજ મહિલા સેલ અંતર્ગત મહિલા દિવસની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલા દિવસની ઉજવણીનું મહત્વ મહિલા સેલના અધ્યક્ષ ડો. માલતી બી. પાંડે એ વિદ્યાર્થિનીઓને સમજાવ્યું. જ્યારે મહિલા સેલના ઉપાધ્યક્ષ ડો. જે.એચ. સારડા એ મહિલા દિવસની ઉજવણી કરવા પાછળની હકીકતો વિષે માહિતી આપી. મહિલા સેલના અન્ય સભ્યોએ પણ સમાજમાં મહિલાઓની સ્થિતિ વિષે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. આ ઉપરાંત દેશાણી તુલસી સેમ-2 ની વિધ્યાર્થિની એ પણ મહિલા દિવસના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ મહિલા સેલના અધ્યક્ષ અને સભ્યોએ સાથે મળીને આયોજિત કરેલ.