Campus Placement - Feb 2023
27/02/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.27/02/2023 ના રોજ પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના “આઝાદીના અમૃત મહોત્સવ ”ની ઉજવણીના નિમિત્તે અને ભારત સરકારના G-20 અને Y-20 ના કાર્યક્રમની ઉજવણી નિમિતે કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવાનું હતું. જેના ભાગ રૂપે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા તેમની આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ, જેમાંથી 2 કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં ગત વર્ષે 2021-22 માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :૧૮ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડીયા એ કર્યું હતું. તા: 27/02/2023ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું .કોલેજના સિનીયર પ્રાધ્યાપક ડૉ.જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા રીબીન કાપીને કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમને ખુલ્લો મુક્યો.ઉદ્ઘાટન સત્ર બાદ પ્રા.તૃપ્તિ એમ.ગજેરા દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી સાંભળી હતી તો ડૉજગત તેરૈયા દ્વારા ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ : 27/02/2023 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ઈન્ટરવ્યું લેવા આવેલ મહાનુભાઓએ ( HDFC.LTD માંથી રાજેશ કેવલ સાહેબ ,અને FEB કેરિયર પાથમાંથી લોરેન્સ ડેવિડ ) પોતાની કંપનીઓ અંગે અને કામગીરી અંગે ટૂંકો પરિચય આપેલો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં HDFC.LTDમાં કુલ ..9...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ....2.. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . જેમાં FEB કેરિયર માં કુલ ..10...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ .....2. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . જે પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી ડો. રીતેશ પટેલ , કંપનીઓનાં અતિથિસત્કારની કામગીરી પ્રા. જગત તેરૈયા , ઈન્ટરવ્યૂ માટે ઓડીટોરીયમ રૂમ અને સેમીનાર હોલ વગેરેની તૈયારી ડો. કેતન બુન્હા , વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી પ્રા.તૃપ્તિ ગજેરા સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ એ.એસ.રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ. ભાવેશ બી. કાછડીયાની અધ્યક્ષતામાં આયોજિત હતો