Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે મહેંદી સ્પર્ધા

21/09/2019
Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે મહેંદી સ્પર્ધા તારીખ-૨૧/૦૯/૨૦૧૯ સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોર સર, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ.હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા તારીખ-૨૧/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન રૂમ નં.-૩૫ માં કરવામાં આવેલ. તારીખ-૨૧/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ યોજવામાં આવેલ મહેંદી સ્પર્ધામાં જતાપરા અસ્મિતા કે. (સેમ-૧), મકવાણા અક્ષય જી.(સેમ-૧) અને ચૌહાણ વંદના એન.(સેમ-૧) આ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.હર્ષિદાબેન જગોદડીયા તેમજ ડૉ.નેહલબેન જાની એ સ્પર્ધકોની મહેંદીનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે જતાપરા અસ્મિતા કે. (સેમ-૧), દ્વિતીય ક્રમે ચૌહાણ વંદના એન.(સેમ-૧) અને તૃતીય ક્રમે મકવાણા અક્ષય જી.(સેમ-૧) આવેલ. આમ રંગ-કલા કૌશલ્ય ધારા અંતર્ગત તારીખ-૨૧/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ યોજવામાં આવેલ આ સ્પર્ધામાં સમગ્ર કૉલેજ પરિવારે ઉત્સાહપૂર્વક સહભાગી બની ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખુબ જ પ્રોત્સાહિત કર્યા હતા. રંગ કલા કૌશલ્ય ધારા સપ્તધારા આચાર્યાશ્રી કૉ-ઓર્ડીનેટર કૉ-ઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ