Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Gold Medal Award

20/01/2023
Dharmendra Singh Arts College-Rajkot

આજે તા: ૨૦/0૧/૨૦૨૩ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ માટે ગૌરવની પ્રતિકસમી બની રહી . આજે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ત્રણ- ત્રણ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલ દીક્ષાંત સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યા. જેમાં તત્વજ્ઞાન વિષયમાં સાકરિયા જાનવી વી. , ઈતિહાસ વિષયમાં પરમાર પરેશ જી. અને ભૂગોળમાં રાજપરા દિનેશકુમાર ડી. એમ કુલ ત્રણ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો મળેલા છે. આ બાબત માત્ર વિદ્યાર્થીઓના કુટુંબ માટે જ નહી પરંતુ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ બની ગયેલી હતી. રાજકોટની એક માત્ર આર્ટ્સ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સીટી કક્ષાએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરે તે પણ એક નહી પણ ત્રણ ત્રણ. એ બાબત અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ કોલેજમાં અભ્યાસ કરતા વિવિધ વિષયોના વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રકો મેળવી રહ્યા છે જે કોલેજની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા સૂચવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી એ.એસ. રાઠોડ સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવેલી હતી.