Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

23/10/2019
Rajakot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ -49 યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટનાં વિદ્યાર્થીઓ કે જે યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં વિજેતા જાહેર થયેલ હતાં તેવા વિદ્યાર્થીઓનો તા. 23/010/2019ના રોજ યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવમાં સિદ્ધિ મેળવેલ તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવેલ. જેમાં ડૉ.હેમલબેન વ્યાસ તથા ડૉ.જાગૃતિબેન વ્યાસ વિદ્યાર્થીઓને લઇ યુનિવર્સિટી ગયેલ તથા ગૌરવના ભાગીદાર બનેલ. તેઓને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ પુરસ્કારરૂપે ઇનામ પ્રાપ્ત કરેલ. યુનિવર્સિટીએ પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીને 5000 રૂપિયા, બીજા ક્રમે આવેલ વિદ્યાર્થીને 3000 રૂપિયા તથા તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીને 2000 રૂપિયા રોકડ પુરસ્કાર આપેલ. કૉલેજ કક્ષાએ પણ આ વિદ્યાર્થીઓને પ્રિ.ડૉ.એ.એસ.રાઠોડ તથા અધ્યાપકગણે અભિનંદન પાઠવેલ. યુનિવર્સિટી ખાતે મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં વિજેતા જાહેર થયેલવિદ્યાર્થીઓ ક્રમ વિદ્યાર્થીનું નામ ઇવેન્ટનું નામ પ્રાપ્ત કરેલ ક્રમ 1 બાલધા આદર્શ ધીરુભાઈ વકતૃત્વ સ્પર્ધા પ્રથમ 2 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય ગાયન પ્રથમ 3 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય વાદન દ્વિતીય 4 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ હાલરડુ દ્વિતીય 5 ધાધલ ભગીરથ મંગલુભાઈ દુહા-છંદ દ્વિતીય