Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાતી વિભાગ (STUDENT’S EXTENSION ACTIVITY)નો અહેવાલ (2022-2023)

12/01/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ગુજરાતી વિભાગ (STUDENT’S EXTENSION ACTIVITY)નો અહેવાલ (2022-2023) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા દ્વારા તા.11/01/2023ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના રૂમ નંબર-21માં પ્રથમ વર્ષ બી.એ. સેમ-1નાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને માટે STUDENT EXTENSION ACTIVITYનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્રવૃત્તિ અંતર્ગત અત્રેની કૉલેજના અંગ્રેજી વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિરાણી પ્રિન્સ વલ્લભભાઈ જેઓ હાલ આર.ડી.ગાર્ડી.બી.એડ.કૉલેજ, રાજકોટ ખાતે શિક્ષક પ્રશિક્ષણ મેળવી રહ્યા છે તથા રાઠોડ પ્રશાંત ઉમેશભાઈ જેઓ હાલ હરિવંદના બી.એડ.કૉલેજ, રાજકોટ ખાતે શિક્ષક પ્રશિક્ષણ મેળવી રહ્યા છે, તેઓ ઉપસ્થિત રહેલ. રાઠોડ પ્રશાંત ઉમેશભાઈએ શૈક્ષણિક વર્ષ 2021 અને વિરાણી પ્રિન્સ વલ્લભભાઈએ શૈક્ષણિક વર્ષ 2022માં અત્રેની કૉલેજ ખાતે બી.એ.ની ડીગ્રી મેળવેલ છે. એમણે સેમ-1 (2022-2023)ના ગુજરાતી વિષયના વર્ગમાં પોતાના વિદ્યાર્થી જીવનના અનુભવો વિશે વાત રજૂ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે પ્રવૃત્તિનું સમગ્ર આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.