જ્ઞાનધારા : ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રાઉન્ડ-7નું પરિણામ (2022-2023)
02/09/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ગુજરાત સરકારના ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ’ અનુસંધાને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં રાઉન્ડ-7માં અત્રેની કૉલેજના કુલ 65 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી અત્રેની કૉલેજના 8 વિદ્યાર્થીઓના નામ વિજેતા તરીકે જાહેર થયા હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.આર.આર.ડેકાણી તથા સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ કરેલ.