Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગનું પ્રદાન

23/08/2022
SAURASHTRA UNIVERSITY, RAJKOT.

સૌસૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા.23/08/2022ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે આંતર કૉલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે બેંતાલીસ કૉલેજના બ્યાંશી જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના સેમ-5ના વિદ્યાર્થી ભટ્ટી કૃણાલ કેતનભાઈએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરેલ છે. ટોપ-5માં ભટ્ટી કૃણાલ કેતનભાઈનું સિલેકશન થયેલ છે. તેઓ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ વતી વેસ્ટ ઝોનની નેશનલ સ્પર્ધામાં રમવા જશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. ભટ્ટી કૃણાલ કેતનભાઈની આ પ્રાપ્તિ બદલ તથા ખેલ,કૂદ યોગધારાના અધ્યક્ષ અને શારીરિક શિક્ષણ વિભાગના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવેએ ઉઠાવેલ જહેમત બદલ આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબ તથા સમગ્ર કૉલેજ પરિવારે વ્યક્ત કરેલ તથા શુભકામના અને આશીર્વાદ પાઠવેલ.