Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

હર ઘર તિરંગા સંદર્ભે ગીત સંગીત નૃત્ય ધારા દ્વારા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ગૌરવગીત સ્પર્ધા અહેવાલ (2022-2023)

05/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્યધારા દ્વારા તા.05/08/2022ને શુક્રવારના રોજ બપોરે 12:00 વાગ્યે રૂમ નં.-18માં હર ઘર તિરંગા સંદર્ભે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ગૌરવગીત ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડો.જે.જે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સ્પર્ધામાં કુલ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જેમાંથી પ્રથમ ક્રમે પરમાર અક્ષય આર.(સેમ-5), દ્વિતીય ક્રમે રાદડિયા ક્રિશ્ના ડી. (સેમ-૩) અને તૃતીય ક્રમે ઝાપડિયા ચંદ્રેશ આર. (સેમ-5)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ તથા ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાનીએ ફરજ નિભાવેલ. ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ કરેલ.