Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વતંત્રતાદિવસની ઉજવણી (2022-2023)

15/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે તા.15/08/2022ને સોમવારના રોજ સવારે 09:00 વાગ્યે ભારતની આઝાદીના 75મા વર્ષના સ્વતંત્રતાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલ. ધ્વજવંદન બાદ ડૉ.એ.એસ.રાઠોડસાહેબે ઉપસ્થિત સહુને અને પ્રાસંગિક ઉદ્બોધન કરેલ તેમજ આઝાદીને દીપાવવા માટે સહુએ પ્રયત્નશીલ રહેવું, એવો સંદેશ આપીને રાષ્ટ્રીય પર્વની બદલ સૌને અભિનંદન આપેલ. ત્યારબાદ સેમ-1ના વિદ્યાર્થી ગઢવી આર્યન વનરાજભાઈએ ‘દેશ મેરે તેરી શાન કે સદકે...’તથા સેમ-3ના વિદ્યાર્થિની પાઈક શિવલી શિવરામે ‘તેરી મિટ્ટી મેં મિલ જાવા...’ ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહથી ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાની દ્વારા સુચારુ રીતે સંપન્ન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી N.C.C. વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજ, N.S.S. વિભાગના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન, શારીરિક શિક્ષણ અને રમતગમત વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવેલું.