Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

મહિલા સેલ ‘પરિચયાત્મક’ કાર્યક્રમનો અહેવાલ (2022-2023)

29/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.27/07/2022ને શુક્રવારના રોજ કૉલેજના મહિલા સેલ અંતર્ગત કૉલેજના મહિલા પ્રાધ્યાપકશ્રીઓ તથા તમામ વિદ્યાર્થિની બહેનો માટે ‘પરિચયાત્મક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સમૂહપ્રાર્થના દ્વારા કાર્યક્રમ શરુ કરવામાં આવેલ. બાદમાં ડૉ.એન.વી.જાનીએ કૉલેજકક્ષાએ થતી મહિલાસેલની પ્રવૃત્તિનો ચિતાર આપેલ. ત્યારબાદ ડૉ.કે.યુ.બુંહાએ પ્રાસંગિક વાત કરી હતી. મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ અને મહિલાસેલ વિશે વિગતે વાત કરી હતી. ત્યાર પછી ડૉ.એમ.બી.પાંડેય તથા ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પણ પ્રસંગોચિત્ત વાત કરેલ. ડૉ.કે.એસ.રાવલ દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના સર્વે મહિલા અધ્યાપકશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલ. કૉલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન તથા સમિતિના સર્વે સભ્યશ્રીઓના સહકારથી મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ.