રંગ, કલા કૌશલ્યધારા સંદર્ભે - મહેંદી સ્પર્ધા (2022-2023)
21/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત તા.21/07/2022ને ગુરૂવારના રોજ રૂમ નં.-35માં સવારે 11:00 થી 01:30 વાગ્યા દરમિયાન રંગ, કલા કૌશલ્યધારા સંદર્ભે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં આશરે અગિયાર જેટલી વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધેલો. જેમાં પ્રથમ ક્રમે સેમ-૩ના વિદ્યાર્થિની પાઈક શિવલી શિવરામ, દ્વિતીય ક્રમે સેમ-1ના વિદ્યાર્થિની વિશ્વકર્મા પ્રિયંકા શેરસિંહ તથા તૃતીય ક્રમે સેમ-૩ના વિદ્યાર્થિની ધોકિયા ભક્તિ રમણીકભાઈના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સમાજશાસ્ત્ર વિભાગના ડૉ.જે.એચ.વાઢેળ અને સંસ્કૃત વિભાગના પ્રા.એચ.બી.ગુજરિયાએ ફરજ બજાવેલ. પ્રસ્તુત સ્પર્ધા માટે સ્ટાફમિત્રોની સહાયથી રંગ, કલા કૌશલ્યધારાના ડૉ.કે.આર.વાડોદરિયાએ જહેમત ઉઠાવેલ.