Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પર્યાવરણ દિવસની ઉજવણી (2022-2023)

05/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે તા.05/06/2022ને રવિવારના દિવસે સવારે 09:30 વાગ્યે કૉલેજના કેમ્પસમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૉલેજના NSS અને NCC વિભાગ તથા રાજકોટ શહેરના સદભાવના ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે આશરે સાંઈઠ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે કૉલેજના અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ મળીને કૉલેજના કેમ્પસમાં વિવિધ વૃક્ષો રોપ્યાં હતા. ઉપરાંત ઉપસ્થિત સહુએ પૃથ્વીને વધુ ગ્રીન બનાવવા માટેના શપથ પણ લીધા હતા. આમ સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના સૂચન તથા માર્ગદર્શન અને અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન NSS વિભાગના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન અને NCC વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજે કરેલ તથા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવેલ.