Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુરુપૂર્ણિમા અહેવાલ (2022-2023)

13/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

તા.13/07/2022ને બુધવારના રોજ બપોરે 01:15 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પ્રસંગાનુરૂપ વક્તવ્ય આપેલ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સહુ અધ્યાપકશ્રીઓને જાતે બનાવેલ કાર્ડ આપીને અભિવાદન કર્યું હતું. તો પ્રા.આર.આર.પૂંજાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રતીકાત્મક ભેટ સ્વરૂપે ફાઈલ આપવામાં આવેલ. આ તકે દરેક વિભાગાધ્યક્ષ તથા અધ્યાપકશ્રીઓએ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાનીએ કરેલ. કાર્યક્રમનું આયોજન ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે સર્વે સ્ટાફમિત્રોની સહાયથી પાર પાડેલ.