Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આંતર કૉલેજ ક્રિકેટસ્પર્ધા (બહેનો)નો અહેવાલ (2021-2022)

15/02/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ખેલ, કૂદ યોગધારા દ્વારા તા.15-16/02/2022 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવસિઁટીની આંતર કૉલેજ ક્રિકેટસ્પર્ધા (બહેનો) નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના ઘણા લાંબા સમય બાદ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના યજમાનપદે યોજાયેલ આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવસિઁટી સંલગ્ન વિવિધ કોલેજો અને ભવનોની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ હતો. જેમાં મહિલા આર્ટ્સ કૉલેજ રાજકોટ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, પડધરી સરકારી કૉલેજ અને કે.કે. શાસ્ત્રી ફીઝીયોથેરાપી કૉલેજ એમ કુલ ચાર ટીમોએ અને ૧૬ અન્ય કોલેજની વિદ્યાર્થિનીઓએ ડાયરેક્ટ સિલેકશનમાં ભાગ લીધેલ હતો. જેમાં એમ.વી.એમ કૉલેજ રાજકોટ વિજેતા અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રનર્સઅપ થયેલ. આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સ્પર્ધાનું સંચાલન કૉલેજના પી.ટી.આઈ. ડૉ એસ.એન.દવે તથા સમગ્ર સ્પોર્ટ્સ કમિટી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.