Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આંતર ક્લાસ (Intramural)એથ્લેટીકસ સ્પર્ધા (2021-2022)

10/12/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.10/12/2021 ના શુક્રવારના રોજ સપ્તધારાના ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કૉલેજ કક્ષાએ આંતર ક્લાસ એટલે કે કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વચ્ચે એથલેટીક્સ સ્પર્ધાનું આયોજન કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 21 વિદ્યાર્થીભાઈઓ અને 9 વિદ્યાર્થીની બહેનોએ નામ નોંધાવ્યા હતા. આ સ્પર્ધામાં દોડ વિભાગમાં 100,200,400,800,1500, મીટર લાંબી કૂદ અને ગોળાફેંક અને ભલાફેકની સ્પર્ધા કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા સપતધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સર્વે અધ્યાપકગણની સહાયથી પ્રસ્તુત સ્પર્ધાનું સફળ આયોજન તથા સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવસિૅટી આંતર કોલેજ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.