સ્વાસ્થ્ય સભાનતા કાર્યક્રમનો અહેવાલ (2020-2021)
19/02/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. મહિલા સેલ સ્વાસ્થ્ય સભાનતા કાર્યક્રમનો અહેવાલ (2020-2021) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.19/02/2021ને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે સેમિનાર હોલમાં મહિલા સેલ અંતર્ગત સ્વાસ્થ્ય સભાનતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ તકે રાજકોટ શહેરના ગાયનેક ડૉ. ઝરણાબહેન પટેલ ઉપસ્થિત રહેલ અને સ્ત્રીઓને લગતી સમસ્યા વિશે માર્ગદર્શન આપેલ. આ તકે કૉલેજના સહુ અધ્યાપિકા બહેનો અને વિદ્યાર્થિનીઓ હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન ડૉ.કે.આર.રાવલે સુચારુ શૈલીમાં સંપન્ન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્ણ આયોજન અને સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ આચાર્યશ્રીના માર્ગદર્શન અને અધ્યાપકગણની સહાયથી સુપેરે પાર પાડેલ.