‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’નો અહેવાલ (2021-2022)
21/06/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના શા.શિ. અને રમતગમત વિભાગ તથા ખેલ,કૂદ, યોગધારા દ્વારા તા.21/06/2021ને સોમવારના દિવસે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના પત્રક્રમાંક:ઉશિક/પીઆરઓ-2021-22/484 મુજબ ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ની ઉજવણી 21 જુન 2021ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી સાથે સવારે 07:00 થી 07:45 કલાકે સહુએ પોતાના નિવાસસ્થાનેથી કરવાનો પરિપત્ર હોવાથી અત્રેની કૉલેજના તમામ કર્મચારીઓએ પરિવાર સાથે યોગદિવસની ઉજવણી કરી હતી. જેમાં કૉલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલા અને એમણે પણ પોતાના નિવાસસ્થાનેથી યોગ કરી ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા. આ કાર્યક્રમનો રીપોર્ટ ગુજરાત યોગ બોર્ડ અને ઉ.શિ.કમિ.કચેરી, ગાંધીનગર ખાતે પણ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કૉલેજના પી.ટી.આઈ. ડૉ શ્વેતા એન. દવેએ આચાર્યશ્રી ડૉ.એ.આર.રાઠોડસાહેબના સૂચન તેમજ માર્ગદર્શન તળે સફળતાપૂર્વક પાર પાડેલ.