Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અહેવાલ (2021-2022)

03/02/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.26/01/2022ને બુધવારના રોજ સવારે નવ વાગ્યા આસપાસ કૉલેજ કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ તકે એમણે પ્રસંગોચિત્ત ઉદબોધન પણ કરેલ અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવેલ. પ્રસ્તુત કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ.આર.આર.ડેકાણીએ કરેલું. આ કાર્યક્રમમાં સમગ્ર કૉલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ સફળતાપૂર્વક પાર પાડેલ.