Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘સ્વાસ્થ્ય અને સ્વચ્છતા’

22/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના RUSA તથા મહિલા સેલના સયુંકત ઉપક્રમે તા.21/10/2021ને ગુરુવારના રોજ બપોરે 02:00 વાગ્યે ઓડીટોરિયમમાં વિદ્યાર્થિની બહેનો માટે ‘સ્વાસ્થ્ય અને સ્વચ્છતા’ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિશેષજ્ઞ તરીકે ડોક્ટર નેહાબહેન સાવલિયા અને ડોક્ટર ભૂમિબહેન જોશી ઉપસ્થિત રહેલા. કાર્યક્રમની શરૂઆતમાં RUSAના કૉ-ઓર્ડીનેટર ડૉ.એસ.આર.ભારદ્વાજે RUSA પ્રકલ્પ અંતર્ગત થતી પ્રવૃત્તિનો ચિતાર આપેલ. પધારેલ મહેમાન નેહાબહેન સાવલિયાનું ડૉ.કે.ડી.ડૈયાએ તેમજ ભૂમિબહેન જોશીનું ડૉ.જે.એચ.વાઢેળ દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ મહિલા સેલનો પ્રાથમિક પરિચય અને તદ અંતર્ગત થતી પ્રવૃત્તિઓની માહિતી આપેલ. બાદમાં ભૂમિબહેન જોશીએ બહેનોને લગતા સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નો અને તેના ઉકેલ વિશે માહિતી આપેલ. ત્યાર પછી નેહાબહેન સાવલિયાએ મહિલાઓની સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગેની ટેવો અને તેનું નિરાકરણ આપતું માર્ગદર્શક વ્યાખ્યાન આપેલ. ઉપરાંત બંને મહેમાનોને હસ્તે પ્રતીકાત્મક રૂપે વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા, જેના માટે ડૉ.બી.બી.કાછડિયાએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમની આભારવિધિ ડૉ.એમ.બી.પાંડેયએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલું. આ તકે કૉલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ. આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું સફલાતાપૂર્ણ આયોજન તથા સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ. જે.એચ.સારડાએ સ્ટાફમિત્રોની સહાયથી પાર પાડેલ.