Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગાંધીજયંતિનો અહેવાલ (2021-2022)

01/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.01/10/2021ને શુક્રવારના રોજ ‘ગાંધીજયંતિ’ની આગોતરી ઉજવણી કરવામાં આવેલ. જેમાં સવારે 11:૩૦ વાગ્યે કૉલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓની એક રેલી યોજાયેલી. આ રેલીમાં સમૂહમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીને ગમતાં ગીત તથા તદવિષયક નારા લગાવીને ગાંધીવિચારોને સામાન્ય જન સુધી પહોંચાડવા પ્રયાસ કરેલ. ત્યારબાદ ઓડીટોરિયમમાં ફરી ગાંધીજીને ગમતી પ્રાર્થના, ભજન, ધૂન તથા વિચારોની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કૉલેજના હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ, મનોવિજ્ઞાન વિભાગાધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ઈતિહાસ વિભાગના ડૉ.જે.એસ.સારડા વગેરે અધ્યાપક્શ્રીઓ પણ જોડાયા હતા. સમૂહમાં રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ કાર્યક્રમપૂર્ણ જાહેર કરવામાં આવેલ. આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે તથા સર્વે સ્ટાફમિત્રોની સહાયથી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ સંપન્ન કરેલ.