Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વતંત્રતાદિવસ (2021-2022)

15/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.15/08/2021ને રવિવારના રોજ સવારે 09:00 વાગ્યે કૉલેજ કક્ષાએ સ્વતંત્રતાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહુ પ્રથમ કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબના હસ્તે ધ્વજવંદન તથા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કૉલેજની વિદ્યાર્થિની બહેનો ભોજવિયા તુલસી તથા સાકરિયા જ્હાનવી દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં કૉલેજના વિદ્યાર્થી મારુ ઉત્તમ જે.ના સુમધુર કંઠે દેશભક્તિ ગીતનું ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સમગ્ર કૉલેજ પરિવાર જોડાયેલ હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ.આર.આર.ડેકાણી દ્વારા સુચારુ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કૉલેજ દ્વારા ઉપસ્થિત સહુ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ.