openinig ceremony Finishing School Batch 2 component 1 and 2 2019 20
10/12/2019
ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ
આજ રોજ તા.૧૦/૧૨/૨૦૧૯ના દિવસે ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ખાતે ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટી ના દસ દિવસ અને ૪૦ કલાક નો પ્રારંભિક કાર્યક્રમ શરૂ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રારંભિક કાર્યક્રમમાં કૉલેજના ફિનિશીંગ સ્કુલ કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ અને ફિનિશીંગ સ્કુલ ટ્રેનર પરેશ ભટ્ટે ફિનિશીંગ સ્કુલના લાભ અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. કૉલેજના ફિનિશીંગ સ્કુલ કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ફિનિશીંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.