Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Placement Camp - Date 08/03/2021

08/03/2021
DHARMENDRASINJI ARTS COLLEGE, RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે પ્લેસમેન્ટ કમિટી દ્વારા કોલેજ કક્ષાએ તા. ૦૮/૦૩/૨૦૨૧ નાં રોજ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિટીના અધ્યક્ષ પ્રા. રીતેશકુમારપી. પટેલ અને કમિટી મેમ્બર તરીકે પ્રા. હાર્દિક એમ. ગોહિલ, ડો. ભાવેશ કાછડીયા, ડો. કેતન બુન્હા અને સીનીયર અધ્યાપક તરીકે ડો. જીજ્ઞેશ ઉપાધ્યાય, પ્રા. અશ્વીન પુંજાણી અને ડો. ભારદ્વાજ સાહેબ હાજર રહ્યા હતા. તેમજ અન્ય ફેકલ્ટી મેમ્બર તરીકે ડો. ગીરીશ જાદવ, ડો. રવિ ડેકાણી વગેરે સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ કેમ્પમાં ૪૦ જેટલા વિદ્યાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ કેમ્પમાં આવેલ મારુતી બીજ પી.વી.ટી કમ્પનીના સી.ઈ.ઓ. તરીકે રાજેશ મશરુ ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાની કંપની વિશે અને પ્લેસમેન્ટ બાબતે વિગતે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને પગાર અને અન્ય ફેસેલીટી વિશે પણ માહિતી આપી હતી. વર્તમાન સમયમાં માત્ર સરકારી નોકરી સિવાય પ્રાઇવેટ સેકટરમાં કયા પ્રકારની જોબ રહેલી છે, તેના વિશે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. પ્રાઇવેટ સેકટરમાં પણ કારકીર્દી ઉજ્જવળ છે તે વિશે જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.