રંગ, કલા કૌશલ્યધારા (2020-2021) મહેંદીસ્પર્ધાનો અહેવાલ
03/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોરસર, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ.હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા તારીખ-03/03/2021 ને બુધવારના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન રૂમ નં.-૩૫ માં કરવામાં આવેલ. તારીખ-03/03/2021 ને બુધવારના રોજ યોજવામાં આવેલ મહેંદી સ્પર્ધામાં ખસીયા હેતલ પી.(સેમ-1), મકવાણા અક્ષય જી.(સેમ-4) અને બાવળિયા સોનલ કે.(સેમ-1) આ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.જાગૃતિબેન વ્યાસ તેમજ ડૉ.નેહલબેન જાની એ સ્પર્ધકોની મહેંદીનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે, બાવળિયા સોનલ કે.(સેમ-1), દ્વિતીય ક્રમે મકવાણા અક્ષય જી.(સેમ-4) અને તૃતીય ક્રમે ખસીયા હેતલ પી.(સેમ-1), આવેલ. આમ રંગ-કલા કૌશલ્ય ધારા અંતર્ગત તારીખ-03/03/2021 ને બુધવારના રોજ યોજવામાં આવેલ આ સ્પર્ધાઓએ સમગ્ર કૉલેજ પરિવારને ચિત્રોના રંગો અને મહેંદીના રંગમાં રંગમય બનાવી દીધા હતા.