રંગ, કલા કૌશલ્યધારા (2020-2021) ચિત્રસ્પર્ધાનો અહેવાલ
03/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોરસર, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ.હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા તારીખ-03/03/2021 ને બુધવારના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન સવારે 11:00 થી 12:00 કલાકના સમય દરમિયાનરૂમ નં.-૩૫ માંકરવામાં આવેલ. ચિત્ર સ્પર્ધામાં રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા આપવામાં આવેલ વિષયો જેવા કે સ્વરછ ભારત, મોર્ડન આર્ટ, મતદાન જાગૃતિ અને ગ્લોબલ વોર્મિંગ માંથી આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની રસ અને રુચિ મુજબ કોઈ એક વિષય પસંદ કરી ખુબ જ સુંદર ચિત્રોનું નિરૂપણ કર્યું હતું, ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારવિદ્યાર્થીઓમાં ચાવડા કિરણ ડી.(સેમ-4), ભોજવિયા તુલસી આર.(સેમ-4), ચૌહાણ પ્રકાશ બી.(સેમ-૧), મેટાળીયા સપના બી.(સેમ-6), મકવાણા અક્ષય જી.(સેમ-4) હતા. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.જાગૃતિબેન વ્યાસ તેમજ ડૉ.નેહલબેન જાની એ સ્પર્ધકોના ચિત્રોનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે ચાવડા કિરણ દલસુખભાઈ(સેમ-), દ્વિતીય ક્રમે ભોજવિયા તુલસી આર.(સેમ-4), અને તૃતીય ક્રમે ચૌહાણ પ્રકાશ બી.(સેમ-૧) અને મકવાણા અક્ષય જી.(સેમ-4) એમ બે વિદ્યાર્થીઓ આવેલ. ભાગ લીધેલ આ તમામ વિદ્યાર્થીઓને આચાર્યશ્રીએ પોતાની ચિત્રકલાની સુંદર કૃતિઓ બદલ બિરદાવી ખુબ ખુબ અભિનંદન આપેલ.