Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ

26/01/2021
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.૨૬/0૧/૨૦૨૧ ને મંગળવારના ૯:0૦ વાગ્યે, પ્રજાસત્તાક દિવસ નિમિતે કૉલેજ પરિસરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કોલેજનાં બધાં અધ્યાપકો તેમજ N.S.S.અને N.C.C.નાં વિદ્યાર્થીઓ જોડાયેલ હતા. કોલેજનાં આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠૌર દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ. આ કોલેજનાં અધ્યાપક ડૉ.જાગૃતિ વ્યાસે ‘વંદે જનની ભારત ધરણી’ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ગીરીશ જાદવ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ પૂરો થયા બાદ ધ્વજવંદનમાં હાજર રહેલ તમામ સભ્યો માટે ગરમ ગાંઠિયા તથા જલેબીનાં અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલ.