Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પ્રવેશોત્સવ (2020-2021)

20/10/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ પ્રવેશોત્સવનો અહેવાલ (2020-2021) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા. તા.08/08/2020ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓનલાઈન ગૂગલ મીટ એપમાં કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા શબ્દોથી આવકાર્યા હતા. ત્યારબાદ કૉલેજના દરેક વિષયના અધ્યક્ષશ્રીઓએ એક પછી એક એમ પોતાનો, પોતાના વિષય તથા વિભાગ અને વિભાગીય પ્રવૃતિનો ચિતાર આપ્યો હતો. તથા પોતાના સાથી કર્મચારીનો પરિચય આપીને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયે સુચારુરૂપે સંપન્ન કરેલ.