Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શિક્ષકદિવસની ઉજવણી -(2020-2021)

15/10/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ (2020-2021) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.05/09/2020ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓનલાઈન ગૂગલ મીટ એપમાં શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા ‘હે હંસવાહિની...’ પ્રાર્થનાની મનોરમ્ય રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે શિક્ષકદિવસ નિમિત્તે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન, તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ બી.બી.કાછડિયા, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા. એ.આર.પૂંજાણી, સંસ્કૃત વિભાગના વડા ડૉ.એચ.જી.અગ્રાવત, ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાની તથા સંસ્કૃત વિભાગના ડૉ.એચ.એમ.ગોહિલે શિક્ષકદિવસ નિમિત્તે ચિંતન રજૂ કર્યું હતું. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયે સુચારુરૂપે સંપન્ન કરેલ.