Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

નાટ્યધારા અંતર્ગત રાજ્ય સ્તરીય ડીજીટલ એકપાત્રીય અભિનય સ્પર્ધા ‘કોવિડ-19 : વોરિયર્સ 2020’નું પરિણામ

21/06/2020
રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા રાજ્ય સ્તરીય ડીજીટલ એકપાત્રીય અભિનય સ્પર્ધા ‘કોવિડ-19 : વોરિયર્સ 2020’નું આયોજન હાથ ધરવામાં આવેલ. સમગ્ર રાજ્યમાંથી આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આયોજનને સફળ બનાવેલ. સ્પર્ધામાં નિર્ણાયકશ્રી તરીકે ડૉ. જીજ્ઞેશ એસ. ઉપાધ્યાય તથા ડૉ. ક્રિશ્ના ડી. ડૈયાએ તાટસ્થ્યપૂર્ણ ફરજ નિભાવેલ. કૉલેજના આચાર્યશ્રી ડૉ. એ.એસ.રાઠોડસાહેબ તથા સપ્તાધારાના અધ્યક્ષશ્રી ડૉ. હેમલ એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન નાટ્યધારા અંતર્ગત ડૉ. એન.વી.જાનીએ કરેલ. સ્પર્ધાનું પરિણામ આ મુજબ જાહેર કરવામાં આવે છે. કૉલેજના આચાર્યશ્રી તથા સમગ્ર કૉલેજ પરિવાર જીતનાર તથા ભાગ લેનાર સ્પર્ધકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવે છે. ક્રમ વિજેતાનું નામ પ્રાપ્ત કરેલ ક્રમ 1 PARAM PARAG SHUKLA 1-FIRST 2 ATHARV PATEL 2-SECOND 3 DR. AARTI KAKAIYA 3-THIRD