Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિવેકાનંદજયંતિ

11/01/2019
ઓડીટોરીયલ હોલમાં

તા:૧૧/૦૧/૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે ઓડીટોરીયલ હોલમાં વિવેકાનંદજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘સાંપ્રત સમયમાં વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રીનીલાબેન ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયાએ અને કોલેજના અન્ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે હાંડા વિલાસ દ્વિતીય ક્રમે ગમાર પાંચા અને તૃતીય ક્રમે જેતાની હર્ષા ના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું.