ગાંધીજયંતિ
01/10/2018
સ્પોર્ટ્સ બિલ્ડીંગમાં
તા:૦૧/૧૦/૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે સ્પોર્ટ્સ બિલ્ડીંગમાં ગાંધીજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે 'ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રીનીલાબેન ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયાએ અને કોલેજના અન્ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોલંકી શામજી દ્વિતીય ક્રમે ચૌહાન ભાવેશ અને તૃતીય ક્રમે વડાલયા કૃપાલી ના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું