Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગાંધીજીના નિર્વાણ

30/01/2018
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:30/૦૧/૨૦18 ને મંગળવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૭માં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘યુદ્ધ અને ગાંધી' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રીનીલાબેન ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયાએ અને કોલેજના અન્ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે મંડાણી પ્રવીણ દ્વિતીય ક્રમે વ્યાસ દેવેન્દ્ર અને તૃતીય ક્રમે અણિયાળા રાહુલના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું.