Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિવેકાનંદજયંતિ

12/01/2017
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:૧૨/૦૧/૨૦૧૭ ને ગુરુવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૭ માં વિવેકાનંદજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘વિવેકાનંદનો નવ્ય વેદાંત’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી ડૉ.એન એસ.ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ.બી.બી.કાછડિયાએ અને સહ કર્મચારી જયદીપ દેવમુરારી તથા સંસ્થાના અન્ય પ્રાધ્યાપકોએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો સ્પર્ધામાં પ્રથમ ક્રમે ખાચર રવિરાજ દ્વિતીય ક્રમે ચાવડા લીલાધર અને તૃતીય ક્રમે વાઘેલા સોનલના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું