Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગીતા જયંતિ

30/12/2016
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:૩૦/૧૨/૨૦૧૬ને શનિવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૭માં ગીતા જયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે સાંપ્રત સમયમાં ગીતાના વિચારોની ઉપયોગીતાના આધારે ‘કરિષ્યે વચનામ તવ’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન અને સંસ્કૃત વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને ડૉ.એન એસ.ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ.બી.બી.કાછડિયાએ અને સહકર્મચારી પ્રોફ.જયદીપ એચ.દેવમુરારીએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો સ્પર્ધામાં પ્રથમ ક્રમે અમૃતિયા મોલિક દ્વિતીય ક્રમે ગાબુ વિજય અને તૃતીય ક્રમે ભીલ નરસિંહના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું.