Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી

30/01/2017
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:30/૦૧/૨૦૧૭ ને સોમવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-17 માં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘ગાંધી અને વૈશ્વીક શાંતિ' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને ડૉ.એન એસ.ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ.બી.બી.કાછડિયા અને જયદીપ એચ દેવમુરારી દ્વારા જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો સ્પર્ધામાં પ્રથમ ક્રમે જાડેજા પ્રતિપાલસિંહ એમ. દ્વિતીય ક્રમે બાવળિયા વલ્લભ વી. અને તૃતીય ક્રમે ભટ્ટ જીગરના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું.