Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગીતા જયંતિ

26/12/2015
Dharmendrasinhji College Rajkot Room No.14

તા:26/12/2015 ને શનિવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૪માં ગીતા જયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે સાંપ્રત સમયમાં ગીતાના વિચારોની ઉપયોગીતાના આધારે ‘કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેસુ કદાચન’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન અને સંસ્કૃત વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.સી.બી.વાઢેરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. આર.એમ.પટેલ અને પ્રા.બી.બી.કાછડિયા અને જયદીપ એચ દેવમુરારીએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે કાલાણી નિધિ દ્વિતીય ક્રમે વાઢેર દક્ષેશ અને તૃતીય ક્રમે રાજ્યગુરુ પાર્થના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી ડૉ.સી.બી.વાઢેર લિખિત પુસ્તક ભેટ આપવામાં આવેલું.