Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

સંસ્કૃત સપ્તાહ-2023 ઉજવણી 28/08/23 થી 03/09/23

27/08/2023

राष्ट्रीय संस्कृत-सप्ताहोत्सव:
સંસ્કૃત સપ્તાહ-2023
28/08/23 થી 03/09/23
શ્રાવણ સુદ પૂનમ (શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન)ને 'રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર દેશ અને વિદેશમાં થાય છે.
આપણી કોલેજમાં પણ દીપ પ્રાગટ્યથી સંસ્કૃત સપ્તાહની શરૂઆત કરી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરેલ છે, જે વિદ્યાર્થીઓ પ્રતિભાગિ થવા માંગતા હોય તેઓએ આવતી કાલે સોમવારે તા. ૨૮/૦૮/૨૩ નાં રોજ ૧૧ વાગ્યે ઓડીટોરીયમમાં ઉપસ્થિત રહેવું અને સંસ્કૃત વિભાગમાં પોતાનું નામ નોંધાવવું.

પ્રતિયોગિતાઓ
(૩૧/૦૮/૨૩ નાં રોજ તમામ પ્રતિયોગિતાઓ યોજાશે.)

૧. (वदतु संस्कृतम्) સંસ્કૃત વાંચન
૨. (સંસ્કૃત સંભાષણ) સ્વ-પરિચય સંસ્કૃત ભાષામાં
૩. *સંસ્કૃત મહિમા* વિષય પર વક્તૃત્વ સ્પર્ધા
૪. સંસ્કૃત શ્લોકગાન
૫. વૈદિક મંત્રગાન સ્પર્ધા
૬. સ્તોત્રગાન સ્પર્ધા
૭. આધુનિક સંસ્કૃત કાવ્યગાન સ્પર્ધા
૮. *नृत्यतु संस्कृतम्* નૃત્ય સ્પર્ધા
(સંસ્કૃત ગરબા, સ્થાનિક લોકનૃત્ય અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય વગેરે કાઇ પણ કરી શકો.)
૯. *लिखतु संस्कृतम्*
(સંસ્કૃત સુલેખન, નિબંધ, મોબાઈલમાં પોસ્ટર, PPT પ્રતિયોગિતા)

*પ્રા.ડૉ. જગત આર. તેરૈયા*
*પ્રા.ડૉ. હંસા બી. ગુજરિયા*

*जयतु संस्कृतम् जयतु भारतम् ।*