Notes
EDUCATIONAL TOUR PHILOSOPHY DEPARTMENT DHARMENDRASINHJI ARTS COLLEGE - RAJKOT 22/08/2023
13/08/2024
EDUCATIONAL TOUR PHILOSOPHY DEPARTMENT DHARMENDRASINHJI ARTS COLLEGE - RAJKOT 22/08/2023
આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, તત્વજ્ઞાન વિભાગ દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ વોટસન મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવ્યા. તત્વજ્ઞાન વિભાગના બારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના 60 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો આ મુલાકાતમાં જોડાયા.સવારે 10 વાગ્યે મ્યુઝિયમમાં પ્રવેશ લીધો અને લગભગ 39 જેટલા ખંડોમાં વહેંચાયેલ મહાત્મા ગાંધીજીના જીવનનું સંપૂર્ણ દર્શન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી પોતાના જીવનને જ પોતાનો સંદેશ ગણાવે છે અને ભગવદગીતાને તેઓ પોતાના જીવનથી આચરણમાં ચરિતાર્થ કરે છે. તેમના 11 મહાવ્રતોની સંપૂર્ણ ઝાંખી મ્યુઝિયમમાં વિદ્યાર્થીઓ સમક્ષ જાણે આબેહૂબ પ્રગટ થઈ. ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધા બાદ રાજકોટનું જુનું વોટસન મ્યુઝીયમની પણ મુલાકાત લીધેલી જેમાં સૌરાષ્ટ્રની સૌથી જૂની સંસ્કૃતિ અને રાજ્ય વ્યવસ્થા તથા સગીતના સાધનો,અભ્યારણો ,વન્ય એ પક્ષી જગત તથા ગુજરાતની ભરત ગુથન કલાઓનો વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો .
આમ સંપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ વાસ્તવિક રીતે સાર્થક રહ્યો. તત્વજ્ઞાન HOD ડો. ભાવેશ બી.કાછડીયા વિદ્યાર્થીઓ સાથે આ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા.