પુસ્તકમેળાની મુલાકાત
28/01/2020
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટના પટ્ટાંગણ
પુસ્તકમેળાની મુલાકાતનો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટના પટ્ટાંગણ ખાતે તા.25/01/2020 થી તા.29/01/2020 એમ પાંચ દિવસીય પુસ્તકમેળાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના તત્વજ્ઞાન વિભાગ દ્વારા તા.28/01/2020ને મંગળવારના રોજ સવારે 11:૦૦ વાગ્યે વિદ્યાર્થીઓને પુસ્તકમેળાની મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતા.પુસ્તકમેળાનુંઆયોજન બહુ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે થયેલું હતું.અનેકરંગી આ મેળો વિવિધ વિભાગોમાં વહેંચાયેલો હતો. જેમાં એક તરફ યુવાઓ માટે ‘તરવરાટ સંધ્યા’, ‘ENTREPRENEUR’ (ઉદ્યોગ સાહસિકો સાથે વાર્તાલાપ) જેવી પ્રેરણાદાયી ઇવેન્ટ યોજાયેલી તો બીજી ‘AUTHOR’S CORNER’, ‘શબ્દ સંવાદ’ જેવી સર્જનાત્મક ઇવેન્ટ યોજાઈ હતી.તો ત્રીજી તરફ બાળકો માટેનો અલાયદો ‘KID’S CORNER’ અને આ સહુની સાથે નાસ્તા વગેરેના સ્ટોલ પણ લાગેલ હતા. જેનો લાભ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના તત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓએ લીધેલો.વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવેશ બી.કાછડિયાની આગેવાનીમાં તથા સૂચનાથી વિદ્યાર્થીઓ સાથે પ્રા.ડૉ.એન.વી.જાની તથા ડૉ.કે.યુ.બુન્હા પણ પુસ્તકમેળાની મુલાકાતે ગયા હતા