Dream Achiever Club અંતર્ગત GST and Indian Economy વિષય પર ચર્ચા ગોઠવવામાં આવી
13/09/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિધાર્થીઓ માટે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા Dream Achiever Club અંતર્ગત તારીખ ૧૩/૦૯/૨૦૨૫નાં રોજ GST and Indian Economy વિષય પર ચર્ચા ગોઠવવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા GST જેવા મહત્વના વિષય પર આધારિત ચર્ચામાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હર્ષિદાબેન જગોદડિયા, ડૉ.રણછોડ ગાગલ, ડૉ. ભરત સોલંકી તથા કોલેજના આચાર્યશ્રી ડૉ.પરેશ રાવલ સાહેબની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અર્થશાસ્ત્ર વિભાગના તમામ અધ્યાપકોએ પણ પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓને GST વિશે માહિતગાર કર્યા હતા. આ ચર્ચાનું આયોજન ઇતિહાસ વિભાગના અધ્યાપક ડૉ.ધર્મેશ આર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર. પુજાણી અને ડો. શશીકાંત ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા