Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શિક્ષક દિવસની ઉજવણી

06/09/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા Next Vision Youth Club હેઠળ તારીખ ૬/૯/૨૦૨૫ને શનિવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષયનું શિક્ષણ કાર્ય કર્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સવારની પ્રાર્થના સભાથી જ જોવા મળતો હતો પ્રાર્થના સભાથી લઈને મેજર, માઇનોર, IKS જેવા તમામ પેપરના ક્લાસ વિદ્યાર્થીઓ દ્વારા જ લેવાયા હતા. બંને વિભાગના H.O.D.ની જવાબદારી પણ વિદ્યાર્થીઓએ જ નિભાવી હતી. વર્ગખંડના અભ્યાસ બાદ વિધાર્થીઓ ૧૧.૦૦ કલાકે ઇતિહાસ વિભાગમાં એકઠા થયા અને ત્યાં દરેક વિધાર્થીઓએ પોતાના અધ્યાપન કાર્ય દરમિયાન થયેલા અનુભવ વર્ણવ્યા હતા. ત્યારબાદ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના બધા અધ્યાપકોએ વિદ્યાર્થીઓને કરેલ સુંદર કામગીરી બદલ બિરદાવ્યા હતા. ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડૉ. ધર્મેશ આર પરમારે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એકબીજાને મદદરૂપ થવા માટે એક નવો વિચાર રજૂ કર્યો અને તે વિચાર મુજબ એક પ્રકલ્પ "Dream Achiever Club" બનાવવા માટેની જાહેરાત કરી અને વિદ્યાર્થીઓએ તેનો ઉત્સાહ પૂર્વક સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર.પુંજાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું અને અધ્યાપકોએ પણ તમામ વિધાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન Next Vision Youth Club હેઠળ કરવામાં આવ્યું હતું અને જેમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.