Drama on Akupar
04/09/2025
Hemu Gadhvi Hall
ગીરની પ્રસ્તભુમિ પર લખાયેલી ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથા પર આધારિત નાટક હેમુ ગઢવી હોલમાં આર .જે .દેવકી દ્વારા મંચન કરવામાં આવેલું હતું.જેને ધર્મેન્દ્રસિંહ જે આર્ટસ કોલેજના તત્વજ્ઞાન ,અંગ્રેજી ,સંસ્કૃત વગેરે વિષયના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને બતાવવામાં આવેલું . અકુપાર એટલે સમુદ્ર મંથનમાં જે પર્વત તળે રહેલો કાચબો .આ કાચબાનું કામ બેલેન્સ કરવાનું હતું .પ્રકૃતિ પણ પોતાનો બેલેન્સ પોતાની જાતે કરે છે અને આ શીખ આપને અકુપાર માં જોવા મળે છે . ગીરની પૃષ્ઠભૂમિ પર રચાયેલા આ નાટકમાં પ્રકૃતિથી નજીક રહેલા લોકો પ્રકૃતિને જોતા નથી પરંતુ તેની સાથે તાદાત્મ્યતા અનુભવે છે. ત્યાં રહેલા પશુઓ ત્યાં રહેલા મનુષ્યો ત્યાં રહેલા પર્વતો જાણે એકબીજા સાથે વાતો કરતા હોય એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા હોય તેમ વર્તે છે અને આ જ પ્રકૃતિનો પરંપરાગત નિયમ છે જો આ નિયમમાં ફેરફાર થાય તો પ્રકૃતિના સ્થિતિસ્થાપકતામાં ગડબડ પેદા થાય અને જેના દુષ્પ પરિણામો મનુષ્ય ભોગવા પડે છે તો વર્ગખંડ અને ચોપડાથી બહાર નીકળે અને જીવંત પાઠશાળા સમા આ નાટક જોઈને બધા વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપક ખૂબ જ રોમાંચિત થયેલા.નાટકના અંતે નાટકના વિવિધ કલાકારો સાથે મળવાનું અને ફોટા પડાવવાનો પણ તક મળતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છવાયેલો જોવા મળ્યો.