શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ – “અંધ ધ્વજ દિન” – ઉજવણી
25/08/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ
આજ રોજ તારીખ 25/08/2025 અને સોમવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ ખાતે “રાષ્ટ્રીય સેવા યોજના” કાર્યક્રમ અતર્ગત શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળના માધ્યમથી “અંધ ધ્વજ દિન” ની ઉજવણી કરેલ હતી. ભારત સરકારશ્રીએ અંધ ધ્વજ દિનની ઉજવણીની સત્તા ફક્ત રાષ્ટ્રીય અંધજન મંડળને આપેલ છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે ફાળો એકત્ર કરવામાં આવે છે. એકત્ર થયેલા ફાળાનો ઉપયોગ અંધજનોને શિક્ષણ, રોજગાર, અને પુનર્વસન માટે કરવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટના N.S.S ના સ્વયંસેવકોએ કૉલેજમાં, મુખ્ય માર્ગ પર તેમજ દુકાનો પર ફરીને કુલ રૂપિયા 5028/- નો ફાળો એકત્ર કરેલ છે. આમ, સેવારૂપી આ મહાયજ્ઞમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટનું પણ યોગદાન રહેલું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન N.S.S પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિરવ આર. ઠાકર દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ કાર્યક્રમની સફળતા બદલ આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલ એ અભિનંદન પાઠવ્યા હતા.