Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા દ્વારા "રાખડી સર્જન સ્પર્ધા"નું આયોજન

05/08/2025
Dharmendrasinhji Arts College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા દ્વારા તા. ૦૫/૦૮/૨૦૨૫, મંગળવારના રોજ "રાખડી સર્જન સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સપ્તધારાના કૉ-ઓર્ડીનેટર ડૉ. કેતન કાનપરિયા તથા સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ. કિરણબેન ડોડીયા અને ડૉ. કિરણ વાડોદરિયાએ કર્યું હતું. જેમાં ૧૧ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સુંદર રાખડી બનાવેલ. આ કાર્યક્રમ અંતર્ગત નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ. મહેશ્વરી રવિયા, ડૉ. સંજય ચાવડા અને ડૉ. હંસા ગુજરિયા દ્વારા ભજવવામાં આવેલ. આ સાથે કાર્યક્રમના અંતે ડૉ. હંસાબેન ગુજરિયા દ્વારા વિદ્યાર્થીઓને રાખડીનું મહત્વ સમજાવીને પોતાના પ્રભાવક વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. આ કૉલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ રાખડી સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્રમ નેન્સી બી. ભાલિયા, દ્વિતીય ક્રમ દશરથ એચ. જરીયા, તૃતીય ક્રમ યશ્વી જે. બોરખેતરીયાએ મેળવેલ હતો.